ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જામશે ખરાખરીનો જંગ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 એપ્રિલે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ જાહેરનામા સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી જે 11 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મની ચકાસણી અને 15 એપ્રિલ સુધી નામ પરત ખેંચવાની મુદત આપવામાં આવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્યારે હવે ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જંગ જામશે જે ચૂંટણી પરિણામો ઉપર અસર કરી શકે તેમ છે. જોકે દરેક સીટ ઉપર અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવાના હોય તેવી લોકચર્ચાએ પણ જોર પકડતા રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કોણ કોણ ચૂંટણી લડી કોને પછડાટ આપે છે. હાલ ચૂંટણી જાહેર થઈ ગઈ હોય તેવામાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોઈ કોઈ પાર્ટી માં આંતરિક વિરોધ પણ પક્ષ ને નુકસાન પહોંચાડી શકે તેમ છે જેના કારણે લોકો અપક્ષ ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂકી શકે છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વખતે લોકોનો મિજાજ કેવો છે તે તો આવનાર સમય જ બતાવશે.