ગારિયાધાર ખાતે માતા પિતા ની છત્રછાયા ગુમાવી હોય તેવી દીકરીઓનો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાઈ ગયો
ગારિયાધાર ખાતે માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હોય તેમ માતા પિતા ની છત્રછાયા ગુમાવી હોય તેવી 11 દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતુ.
ગારિયાધાર ના આંગણે સૌ પ્રથમ વખત મુસ્લિમ સમાજ ના સમૂહ લગ્ન નું આયોજન સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સમૂહ લગ્ન સમારોહ નું આયોજન કરવાનું સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી ના યુવાનોએ નિર્ણય લઈ માતા પિતા ની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ માટે એક પિતા ની જવાબદારી હોય તેમ ખુબજ ધામધૂમ થી લગ્ન કરાવી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
આજ ના આ મોંઘવારીના સમયમાં જે લોકોના ઘરે યુવાન દીકરીઓ હોય અને તેનો પ્રસંગ કરવો ખુબજ મુશ્કેલ હોય તેવા સમયે ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી ને એક ખુબજ સરસ વિચાર આવ્યો કે આપણે પણ સમાજ ની એવી દીકરીઓ કે જેમના માતા પિતા ની ગેરહાજરી હોય તેવી દીકરીઓના લગ્ન કરાવીએ અને એક સમાજ માં એક માનવતાની મહેક પ્રસરાવીએ. અને હકીકતે ક્યારેય ન થયા હોય તેવા સમૂહ લગ્ન આજ રોજ ગારિયાધાર ની ધરતી ઉપર યોજાઈ ગયા.
સમૂહ લગ્ન હતા મુસ્લિમ સમાજ ના જ પરંતુ આ આયોજન માં કોઇપણ જાતના ભેદભાવ વગર સર્વ સમાજ ના લોકોએ તન મન અને ધન ની પોતાનું યોગદાન આપી એક કોમી એકતાના નું ઉદાહરણ પૂરું પાડયું હતું. સમાજ નથી ખોટા કુરિવાજો દૂર થાય અને સાદગી થી કોઇપણ જાતના ખોટા ખર્ચા વગર લગ્ન યોજાય તે હેતુ થી આ સમૂહ લગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ સમારોહ માં હાજર રહેલ ધર્મ ગુરુઓ તેમજ સામાજિક આગેવાનો પણ સમાજ માં શિક્ષણ નું પ્રમાણ વધે તે દિશામાં કામ કરવા સૂચનો આપ્યા હતા. તેમજ આ લગ્ન સમારોહમાં સમાજના તેજસ્વી તારલાઓ તેમજ સમાજ અને દેશ નું નામ રોશન કરનાર યુવકો અને યુવતીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત સામાજિક, રાજકીય, નામી અનામી લોકોની ખુબજ મોટી સંખ્યામાં હાજરી હોય તમામ લોકોનો ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. તેમજ ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી ના આ કાર્ય ની સૌ કોઈ લોકોએ પ્રશંસા કરી હતી.