ગારીયાધાર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમાની રકમનું વિતરણ કરવામાં આવ્યું.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અંતર્ગત વીમાની રકમનું વિતરણ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
ગારીયાધારના વીમા પોલીસી ના બે લાભાર્થીઓ સ્વ. લાભુબેન રાજેશભાઈ મકવાણા અને સ્વ. હેતલબેન બળવંતભાઈ ના દુઃખદ અવસાન બાદ તેમના પરિવારજનોને આર્થિક સહાય આપવા માટે બેંક દ્વારા ₹૨,૦૦,૦૦૦ (બે લાખ) ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા
SBI ગારીયાધાર બ્રાન્ચ મેનેજર અનુજ સાહેબ અને ડેપ્યુટી મેનેજર ઈલેશ મકવાણા સાહેબ તેમજ ભાવનાબેન નરેશભાઈ લાખાણી (CSP - SBI ગ્રાહક સેવા કેન્દ્ર, ડાયમંડ ઓનલાઈન ) ના હસ્તે આ ચેક લાભાર્થીઓના વારસદારોને સોંપવામાં આવ્યા હતા. આ તકે બેંક મેનેજર અનુજ સરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો મુખ્ય હેતુ સામાન્ય માણસના પરિવારને સામાજિક અને આર્થિક સુરક્ષા આપવાનો છે.
માત્ર એક સામાન્ય પ્રીમિયમ ભરીને આપણે આપણા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીએ છીએ.લાભાર્થીઓને ચેક અર્પણ કાર્યક્રમમાં બેંકના અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેંકની આ કામગીરીની સૌ કોઈએ પ્રશંસા કરી હતી. અને મુશ્કેલીના સમયમાં આ સરકારી યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હોય બેંકની આ ત્વરિત કામગીરી બદલ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ ના અંતે બેંક સ્ટાફ દ્વારા જાહેર જનતાને ખાસ એક સંદેશ આપવામાં આવેલ કે તમામ લોકો આજે જ તમારા બેંક ખાતામાં પ્રધાનમંત્રી વીમા યોજના શરૂ કરાવો અને પરિવારને સુરક્ષિત કરો.