ગારિયાધાર માંથી પ્રતબંધિત ગોગો સ્મોકિંગ કોન, રોલ પેપરનું વેચાણ કરતો શખ્શ ઝડપાયો

👁 72 વ્યૂઝ

ગારીયાધાર પોલીસે નાર્કોટિક્સ સેવનમાં ઉપયોગમાં લેવાતાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન, રોલ પેપરનું વેચાણ કરતા એક શખ્સ ની અટકાયત કરી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. 

              રાજ્યમાં યુવાઓ દ્વારા ચરસ, ગાંજા જેવા નાર્કોટિક્સ પદાર્થ ના સેવણમાં ઉપયોગમાં લેવામાં આવતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, માનવ સ્વાસ્થ્યને હાનિકારક અલગ અલગ પ્રકારના રાસાયણિક ઝેરી પદાર્થ હોય તે માટે અને યુવાનોને આવી નશાકારક પ્રવૃતિ થી દુર રાખવા ગુજરાત સરકાર દ્વારા આવી નશાકારક વસ્તુનું વેચાણ કરનાર લોકો સામે ધોરણસર કાર્યવાહી કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવેલ  જે જાહેરનામાનો અમલ કરવા સૂચના આપેલ હોય ગારીયાધાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગારિયાધાર ના સરમાળિયા દાદા ની ડેરી પાસે બાયપાસ રોડ ઉપર આવેલ  એપલ પાન સેન્ટર ખાતે ગોગો સ્મોકિંગ કોનનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમી આધારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન પાન સેન્ટર પરથી બે અલગ અલગ બોક્સમાંથી કુલ 52 ગોગો સ્મોકિંગ કોન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 780/-  સાથે સ્થળ પર હાજર મળી આવેલ બ્રિજેશભાઈ અલ્પેશભાઈ વાઘાણી  ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

સંબંધિત સમાચાર

ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જા...
06 Apr, 2026
ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જા...
06 Apr, 2026
ગારિયાધાર ખાતે માતા પિતા ની છત્રછાયા ગુમાવી હોય તેવી દીકરીઓનો ભવ્ય સમૂહલગ્ન સ...
11 Jan, 2026
હોમ પર પાછા જાઓ