ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ માં મંત્રી પદે હબીબખાન એફ બ્લોચ ની થઈ નિમણુક

👁 73 વ્યૂઝ

ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ માં પાર્ટી દ્વારા વિવિધ હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી તરીકે હબીબખાન એફ બ્લોચ ની નિમણુક કરવામાં આવતા શુભચિંતકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. 
   મૂળ ગારિયાધાર તાલુકાના ગુજરડા ગામ ના વતની અને પોતાના જ ગામ થી રાજકીય લેવલે લોકોની સેવા કરવા માટે સૌ પ્રથમ ગ્રામ પંચાયત લડી સતત ત્રણ ટર્મ સુધી તેમના જ ગામ ની સેવા કરી સતત આગળ વધી રહેલા એવા હબીબખાન એફ બ્લોચ લગભગ છેલ્લા 40 વર્ષ થી જાહેરજીવન માં આવી લોકોની સેવા કરી રહ્યા છે. કોઈપણ જાતના નાત જાત ના ભેદભાવ વગર માત્ર ને માત્ર લોકસેવા ને જ મહત્વ આપી સૌ કોઈની નજરમાં આગવી છબી ધરાવી રહ્યા છે. વર્ષોથી રાજકીય લેવલે વિવિધ હોદ્દાઓ પર અગાઉ પણ સેવા આપી ચૂકયા છે જેમાં જોઈએ તો ગારિયાધાર તાલુકા કોંગ્રેસ સમિતિ ના લઘુમતી સેલવના પ્રમુખ પદે, યુથ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ પદે, તેમજ ત્યાર બાદ ગારિયાધાર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પદે અને હાલ ખેતીવાડી જમીન વિકાસ બેંક ના ચેરમેન પદે ખુબજ સરાહનીય કામગીરી કરી સેવા આપી રહ્યા છે . ત્યારે વધુ એક જવાબદારી ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ માં મંત્રી પદે આપવામાં આવી છે.         પાલીતાણા ખાતે યોજાયેલ નિમણુક પત્ર કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, રાજ્ય સભા સાંસદ શકિતસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ વાઘેલા ભાવનગર જિલ્લા નિરીક્ષક ની વિશેષ હાજરી માં વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી આ તકે કોંગ્રેસ પાર્ટી ના નામી અનામી હોદ્દેદારો અને  કાર્યકરો  મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર

ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જા...
06 Apr, 2026
ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જા...
06 Apr, 2026
ગારિયાધાર ખાતે માતા પિતા ની છત્રછાયા ગુમાવી હોય તેવી દીકરીઓનો ભવ્ય સમૂહલગ્ન સ...
11 Jan, 2026
હોમ પર પાછા જાઓ