ગારિયાધાર માં બે સગા ભાઈઓ આલ્કોહોલીક ઝેરી પીણું વેચવાના ગુનામાં પાસા હેઠળ થયા જેલ હવાલે

👁 78 વ્યૂઝ

જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી ભાવનગર નાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા દારૂની અવેજમાં લોકોની તંદુરસ્તીને હાની કરનાર પર્ફયુમ જન્ય તથા નશાયુક્ત આલ્કોહોલિક ઝેરી પીણું બનાવી વેચવાની પ્રવૃત્તિના ગુનામાં સંડોવાયેલા ગારીયાધાર ના બે સગા ભાઈઓને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ છે.          

           જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ માં સંડોવાયેલ ઈસમો વિરૂદ્ધ પાસા તેમજ હદપાર જેવા અટકાયતી પગલાં ભરી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના મળેલ હોય જે સૂચનાની અમલવારી કરવા અગાઉ દારૂની અવેજમાં લોકોની તંદુરસ્તીને હાની કરનાર પરફયુમ જન્ય તથા નશાકારક આલકોહોલીક ઝેરી પીણું બનાવી જથ્થાબંધ તેમજ છૂટક વેચાણ કરનાર ખુશાલભાઈ સવજીભાઈ માણીયા અને જીગ્નેશભાઈ સવજીભાઈ માણિયા રહે. ગારિયાધાર વાળા વિરૂદ્ધ ગારિયાધાર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા  2023 તથા પ્રોહી એક્ટ ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. 

        ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ઈસમો વિરૂદ્ધ pi એમ કે માલવિયા નાઓએ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર નાઓએ મોકલી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ નાઓએ પાસા દરખાસ્ત મંજૂર કરી પાસા હેઠળ અટકાયતમાં લેવા અંગે હુકમ કરતા જે હુકમ આધારે ગારિયાધાર પોલીસે જીગ્નેશભાઈ સવજીભાઈ માણીયા ને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ અને ખુશાલભાઈ સવજીભાઈ માણીયા ને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં લઇ મોકલી આપેલ છે.

સંબંધિત સમાચાર

ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જા...
06 Apr, 2026
ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જા...
06 Apr, 2026
ગારિયાધાર ખાતે માતા પિતા ની છત્રછાયા ગુમાવી હોય તેવી દીકરીઓનો ભવ્ય સમૂહલગ્ન સ...
11 Jan, 2026
હોમ પર પાછા જાઓ