ભાવનગર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ની મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી : ૧૬.૩૭ લાખ મતદારો નોંધાયા

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ની મુસદ્દા મતદાર યાદી અંગે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
👁 130 વ્યૂઝ

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)
૧૮.૬૬ લાખ પૈકી ૧૬.૩૭ લાખ  મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)ની મુસદ્દા મતદાર યાદી અંગે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.તા.18મી જાન્યુઆરી, 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી, 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.  મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ એ  જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી અંતર્ગત કુલ ૧૮,૬૬,૯૩૭ મતદારો પૈકી ૧૬,૩૭,૯૮૧ મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે.BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં. જેમાં, અવસાન પામેલા મતદારો- ૬૬,૦૮૬,  કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- ૧,૨૪,૮૫૦, અનટ્રેસેબલ મતદારો- ૨૨,૦૦૪, ઓલરેડી ઇનરોલ્ડ મતદારો- ૧૪,૨૬૨, અન્ય- ૧,૭૫૪ મતદારો  હતા.SIRની જાહેરાત બાદથી જ અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમિયાન ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.તા.1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનાર યુવાનો ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે તા.17-2-2026ના રોજ પ્રસિધ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે.જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો. જો મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં. 8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.

સંબંધિત સમાચાર

ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જા...
06 Apr, 2026
ગારિયાધાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ - અને અપક્ષ વચ્ચે જા...
06 Apr, 2026
ગારિયાધાર ખાતે માતા પિતા ની છત્રછાયા ગુમાવી હોય તેવી દીકરીઓનો ભવ્ય સમૂહલગ્ન સ...
11 Jan, 2026
હોમ પર પાછા જાઓ