ગારિયાધાર કોર્ટમાં PGVCL ગારિયાધાર -૧ સબ ડિવિજન લોક અદાલત જાગૃતિ જાહેરાત તેમજ લોક અદાલત નું આયોજન
ગારિયાધાર કોર્ટમાં PGVCL ગારિયાધાર -૧ સબ ડિવિજન લોક અદાલત જાગૃતિ જાહેરાત તેમજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે. તા:૧૩-૧૨-૨૦૨૫ ને શનિવાર ના રોજ ગારિયાધાર -૧ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામડા તેમજ ગારિયાધાર સિટી માટે લોક અદાલત નું આયોજન ગારિયાધાર કોર્ટ ખાતે સવારે ૧૦:૩૦ કલાકથી રાખેલ છે. જેમાં ગારિયાધાર-૧ સબ ડિવિજન ખાતે અગાઉ જેનું લાઈટ બિલ બાકી હોઇ અને કનેક્શન કાયમી ધોરણે રદ્દ (PDC) થઈ ગયેલ હોઇ તેમજ જેને મીટર વગર ડાયરેક્ટ પાવર ચોરી કરેલ હોઇ તેવા બીન ગ્રાહક તરીકેના જેની રકમ ભરવાની બાકી હોઇ તેવા ગ્રાહકો / બિન ગ્રાહકોએ આ પ્રી-લીટીગેશન માટેની લોક અદાલતમાં હાજર રહે અને મુળ રકમ ભરપાઈ કરે તો વ્યાજની રકમમાંથી મુકતી આપવામાં આવશે. તેમજ મુળ રકમ ભરપાઈ કરવા માટે કંપનીના નિયમ મુજબ સરળ હપ્તા પણ કરી આપવામાં આવશે.આમ બાકી રકમ માટે PGVCL કાયદાની કોર્ટમાં આગળ વધે અને બાકી મુળ રકમ તેમજ વ્યાજ સહિત રકમ પર કોર્ટમાં દાવો દાખલ કરે એ પહેલાં રુપિયા ભરી દ્વીપક્ષીય સંતોષકારક સમાધાન કરી શકાય છે.આમ બહોળા પ્રમાણમાં લોકો લાભ લેવા આવે તેવું ગારિયાધાર pgvcl દ્વારા જણાવવામાં આવ્યુ છે.