શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વાર થતી સેવાકીય પ્રવૃત્તિ અંગે માહિતી આપતા પોપટભાઈ કગથરા

મોરબીમાં દરિદ્રનારાયણનું મંદિર એટલે માનવ મંદિરની કલ્પના અને નિરાધાર લોકોની સેવા એટલે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ અને તેના પ્રમુખ પોપટભાઈ કગથરાએ પત્રકારોને આપેલી માહિતીમા તેમના આ ઉદગારો હતા અને તેમને જે કલ્પના કરી છે તે કાર્યો મૂર્તિમંત થાય છે તેવું દઢ મનોબળ અને વિશ્વાસ સાથે જણાવ્યું હતું. મોરબીમા ઉમિયા માનવસેવા ટ્રસ્ટ એ સમાજમાં એક પણ પૈસો કમાઈ શકતા ન હોય તેવા પરિવારોને મહિને જરૂરી તેલ જેવી જરૂરી ચીજવસ્તુઓનું અને અનાજ કીટ બનાવી આવા પરિવારોને પહોચાડવામાં આવે છે. તેમને આ ટ્રસ્ટ ઉભું કર્યુ ત્યારે ૧૧ સભ્યો હતા. હાલ 151 થી વધુ સભ્યો છે. સમાજમાંથી નિરાધાર કુટુંબ શોધવા તેની નોંધણી કરવી તે સેવા કરનારા છે પણ તેઓ આર્થિક સદ્ધર નથી અને જેને એક મિનિટનો સમય સમાજ સેવા માટે નથી પણ અઢળક સંપત્તિ છે તેમને દાન કરવું છે પણ કરવું ક્યાં? તે સવાલને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટે ઉપાડી લીધો છે અને અમુક પરિવારોમાં એકલા રહેતા વૃદ્ધ મહિલા કે એકલા પુરુષ ની નોંધણી કરવા ગયા ત્યારે હૃદય દ્વાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. નિરાધાર મહિલાઓને અપાતી કપડાની કીટ ટ્રસ્ટીઓએ રજૂ કર્યા હતા જે હજારની કિંમતના ડ્રેસ અને કપડાં હતા અને આ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 28 ના આ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ નો સેમિનાર યોજાશે. જેમાં જરૂરિયાતમંદને સહાય અને શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરીને વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ બન્યા છે તેમના સાથે દાતાઓનો સન્માન કરવામાં આવશે તેવું પોપટભાઈ કગથરાએ જણાવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, મંત્રી પોપટભાઈ ગોઠી, ટ્રસ્ટી અમરશીભાઇ અમૃતિયા, ઠાકરશીભાઈ કલોલા અને દિનેશભાઇ વડસોલા હાજર રહ્યા હતા.

Join Whatsapp
error: