મોરબી તાલુકાના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી બે વર્ષે ઝડપાયો

મોરબી તાલુકાના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેંજ અને મોરબી જીલ્લા એસ.પી. ડો.કરનરાજ વાધેલાની સુચના અને મોરબી જીલ્લા નાયબ પોલીસ વડા બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.એ.ગોહિલ, પી.એસ.આઈ. એન.જે.રાણા, એમ.સી.જાડેજા, અમિતભાઈ પટેલ, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાંભરા અને શક્તિસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયન મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી હરી ઉર્ફે હીરાભાઈ વાધેલા રહે-હાલ નેસડા વાળાને મોરબીના પીપળીયા ચોકડીથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join Whatsapp
error: