મોરબીમાં આજે રામ ધન આશ્રમે પાટીદાર સમાજના ૩૦ માં ઘડિયા લગ્ન થયા

મોરબીમાં આજે રામ ધન આશ્રમે પાટીદાર સમાજના ૩૦ માં ઘડિયા લગ્ન થઈ ચૂક્યા છે અને ઘડિયા લગ્નમાં જોડાતા નવ દંપતીઓ ના આગામી ૨૦મી જાન્યુઆરીએ પાટીદાર સમાજના યોજાનારા સમૂહ લગ્ન સમારોહ માં સન્માન કરવામાં આવશે તેવું પાટીદાર સમૂહ લગ્ન સમિતિ ના વલમજીભાઈ અમ્રુતિયા એજણાવ્યું હતું આ બાબતે વાત કરીએ તો મોરબી પંથકમાં પાટીદાર સમાજમાં ખર્ચાળ લગ્નની ઝંઝટ માંથી બહાર લાવવા સમૂહ લગ્નનું આયોજન કર્યું જેમાજવલંત સફળતા મળ્યા બાદ હવે સગપણ ચુંદડી અને કંકુ પગલા નો પ્રસંગ હોય ત્યારે જ લગ્ન ગોઠવી દઈ ને લગ્નનો ૬૦ ટકા ખર્ચ બચાવી શકાય છે તેવુ સમૂહ લગ્ન સમિતિ ના જયંતી ભાઇ વિડજા ઈશ્વર ભાઈ સબાપરા વલ્લમજી અમૃતિયા મહાદેવ ભાઈ મોરડીયા મગનભાઈ સબાપરા ચંદુભાઈ કુંડારીયા તેમજ ઉમિયા સેવા ટ્રસ્ટ ના પોપટભાઈ કગથરા ગોપાલભાઈ ચારોલા સહિતના અગ્રણીઓએ સમાજમાં જનજાગૃતિકરતા આજે દોઢ મહિનાના ગાળામાં ત્રીસ મા ઘડિયા લગ્ન ગોઠવાયા છે જેની વાત કરીએ તો ચટ મગ ની અને પટ શાદી માં આંદરણા ગામના જયસુખ ભુરાભાઈ સંઘાણી ના દીકરા ગૌરાંગ અને નાની વાવડી ના પડસુંબિયા મહેશ નરસીભાઇ ની દીકરી ક્રિષ્ના બેનના સગપણ વિધિમાં જ રામધન આશ્રમ ઘડિયા લગ્ન ગોઠવાઈ ગયા હતા જેને સમાજના આગેવાનોએ આશિર્વચન પાઠવ્યા હતા

Join Whatsapp
error: