મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણ કેસના આરોપીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ ગુના આચરીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના દરેક સબંધિત પોલીસ સ્ટેશનોને આપેલ છે જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે મધ્યપ્રદેશ રાજ્યના તલેન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ કેસના આરોપીને બાતમીના આધારે પકડી પાડેલ છે. મળેલી વિગતો મુજબ મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એ.ગોહિલના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના એમ.સી.જાડેજા, જે.બી.ઝાલા, હિતેશભાઈ ચાવડા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જે.બી.ઝાલાને બાતમી મળી કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લા તલેન પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો છે તે આરોપી લીલાપર ચોકડી ઉપર આવેલ ભુદરભાઈ બાવરવાની ઓરડીમા રહે છે. પોલીસે ત્યાં છાપો મારતા ત્યાંથી આરોપી કમલસિંહ સીંધુમલ માલવિયા જાતે બલઈ પકડાઈ ગયેલ અને તેની સાથે ભોગ બનનારને પણ શોધી કાઢીને તલેન પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી કરી છે.

Join Whatsapp
error: