મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી. ના ગુન્હા માં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનેલ પ્રોહી. ગુના. રજીસ્ટર નંબર 5372/2015 નો વિવિધ કલમોથી નોંધાયેલ ગુનાના આરોપીઓ રાજુ અમરશી ભોજીયા દેવીપુજક અને રાજેન્દ્ર ઉર્ફે રાજુ અમરશી ભોજીયા, રહે બંને જુનાદેવળીયા વાળા નાસતા ફરતા હોય મોરબી જિલ્લા પોલીસ એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. ટીમના પો.હેડ. ઈશ્વરભાઈ કળોતરા, પો.કો. ભરતભાઈ જીલરીયાને મળેલી બાતમીના આધારે આ બંને આરોપીઓને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરીને મોરબી તાલુકા પોલીસને આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. ટીમના કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા તથા મહિલા લોક રક્ષક પ્રિયંકાબેન પૈજા સાથે રહ્યા હતા.

Join Whatsapp
error: