ઘરે ઘરે જઈને ભાજપ સરકારે આપેલા વાયદાઓની યાદ અપાવશે મોરબીમાં કોંગ્રેસ

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં એઆઈસીસીના સેક્રેટરી જીતેન્દ્ર બાધેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી બેઠકમાં ખેડૂતોની દુર્દશા, યુવાનોને રોજગારી ઉપરાંત ખાનગી શાળામાં ફી વધારા અને સિરામિક ઉદ્યોગની સરકારે કમર તોડી નાખી હોય જે મામલે ઠરાવ કરવામાં આવ્યા હતા. ભાજપ સરકાર પર કોંગ્રેસના સેક્રેટરીએ આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ જનસંપર્ક અભિયાન અંતર્ગત ઘરે ઘરે જઈને ભાજપ સરકારે 2014 માં કરેલા વાયદાઓ પૂર્ણ કર્યા નથી તે અંગે જઈને લોકો સાથે વાત કરશે તેવું જણાવ્યું હતું અને આગામી દિવસોમાં ખેડૂતો અને યુવાનો માટે સરકાર સામે આંદોલન કરવાનું પણ એઆઈસીસીના સેક્રેટરીએ જણાવ્યું હતું તો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો બુથ લેવલે કાર્ય કરીને 2019 નાં જંગમાં જીતવા માટે કામે લાગી ગયા છે તેમ પણ જણાવ્યું હતું.

Join Whatsapp
error: