મોરબી શહેર એ ડીવીઝનના પોલીસ નિર્મળસિંહ જાડેજાને ઈ કોપ ઓફ ઘ મંથ એવોર્ડ એનાયત કરાયો

મોરબીમાં વાહનચોરી, અકસ્માત સહિતના ગુન્હાઓનો ભેદના ઉકેલ માટે પોકેટ એપનો ઉપયોગ કરી મોરબી એ ડિવિઝન પોલીસ મથક પોલીસ જવાન નિર્મળસિંહ જાડેજાની કામગીરીની કામગીરીને રાજ્યના ગૃહ વિભાગે બિરદાવી ઈ કોપ ઓફ ધ મંથનો એવોર્ડ એનાયત કર્યો છે.
મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા નિર્મળસિંહ રામસિંહ જાડેજાએ પોતાની ફરજ દરમિયાન વાહનચોરી અને અકસ્માત કરી નાસી ગયેલ વાહનચાલક સહિતના ગુન્હામાં ઈ કોપ ગુજરાત પોલીસ પોકેટ એપનો ઉપયોગ કરી શ્રેષ્ઠ ડીટેક્શન કામગીરી કરતા રાજ્યના ગૃહવિભાગે નોંધ લીધી હતી અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાના હસ્તે ઈ કોપ ઓફ ધ મંથનો એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Join Whatsapp
error: