મોરબી સિરામિક એસો. દ્વારા ગેસનો ભાવવધારો પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

મોરબી સિરામિક ઉદ્યોગના વપરાતા નેચરલ ગેસના ભાવોમાં અસહ્ય વધારો કરી દેવામાં આવ્યો છે જેથી મોરબી સિરામિક ઉદ્યોગને મૃતપાય થઇ જાય તેવી પરિસ્થિતિનું ઉભી થઇ હોય આ ભાવ વધારો પરત લેવાની માંગ સાથે આજે મોરબી સિરામિક એસોના હોદેદારોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. મોરબી સિરામિક એસો દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા વપરાતા ગેસના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૪૪ ટકા ભાવવધારો કરવામાં આવ્યો છે. તા.16/10/2017 માં ટેક્સ સાથે 27.88 થતા હતા જે અત્યારે ટેક્સ સાથે નવા ભાવ 40.27 થાય છે. ગુજરાત ગેસ દ્વારા અચાનક ભાવ વધારો કરીને મોરબી સિરામિક ઉદ્યોગને મૃતપાય થઇ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ભાવ વધારાથી ઉદ્યોગકારોના નાણાકીય વ્યવહારો ખોરવાય જશે અને જીએસટી, ગેસ બીલ તથા પાવર બીલ ભરવામાં મુશ્કેલી પડશે તેમજ વધુમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના સમાહર્તા તરીકે ધ્યાન દોરીએ છીએ કે આવી પરિસ્થિતિમાં ઉદ્યોગો બંધ થવાને આરે છે અને જેના લીધે જીલ્લામાં બેરોજગારી વધશે અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે જેથી ગેસના ભાવવધારા બાબતે સરકારના ધ્યાન હેઠળ લાવી ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશ ઉધરેજા, નીલેશ જેતપરિયા, કિશોર ભાલોડીયા અને કિરીટ ઓગણજા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

Join Whatsapp
error: