મોરબી પંથક માં ઘડિયા લગ્ન માટે સમાજમાં એક નવા વિચારોની ક્રાંતિ : બગથળા ગામે વધુ એક ઘડિયા લગ્ન લેવાયા

મોરબી વિસ્તારમાં પટેલ સમાજમાં ઘડિયા લગ્નનો એક ક્રાંતિકારી વિચાર સૌના મગજમાં ઉતરી રહ્યો હોય તેમ આ વર્ષે ૧૧ જેટલા ઘડિયા લગ્ન લેવાયા છે અને આવા જ એક ધડીયા લગ્ન બગથળા ગામે આજે યોજાયા છે જેમાં સમાજના આગેવાનોની સમજાવટથી નહીં પણ ત્યાં ભેગા મળેલા સગા વાલા અને સાજન માજન લોકોની ચર્ચા અને વિચારથી આ ચટ મંગની અને પટ શાદી જેવા ઘડિયા લગ્ન લેવાયા છે. આ બાબતે વાત કરીએ તો મોરબી પંથકમાં પટેલ સમાજનો લગ્ન ખર્ચ ગજા બહારના થઈ રહ્યા હતા અને આવા ખર્ચા પર કાપ મૂકવા સમૂહ લગ્નનું આયોજન કરવા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ ની રચના થઇ અને સમૂહ લગ્ન સમારોહ યોજવાનો નિર્ણય લેવાયો. જેમાં પ્રથમ સમૂહ લગ્ન માત્ર પાંચ લગ્ન થયા હતા અને હાલ વર્ષમા બે વાર સમૂહ લગ્નનું આયોજન થાય છે અને દરેક સમૂહ લગ્નમાં 100થી વધુ નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાય અને હવે આથી એક પગલુ આગળ વધીને જ્યાં જલ, ચુંદડી કે કંકુ પગલા પાડવાનો પ્રસંગ હોય ત્યાં ઘડિયા લગ્ન ગોઠવી દેવાથી બંને પક્ષને 50 ટકા ખર્ચ બચી જાય છે માટે વર-કન્યાના વડીલોને સમજાવવા માટે સમૂહ લગ્ન સમિતિના મનુભાઈ કૈલા, જયંતીભાઈ વીડજા, સંજયભાઈ તેમજ ઉમિયા સેવા ટ્રસ્ટના પોપટભાઈ કગથરા, વલ્લભભાઈ ગોઠી, ગોપાલભાઈ ચારોલા વગેરે જ્યાં કંકુ પગલા હોઈ ત્યાં પહોંચી જાય છે અને બંને પક્ષને 50 ટકા લગ્ન માં ખર્ચ નો ફાયદો થાય છે તે વાત સમજાવી ને જયા કંકુ પગલા નો પ્રસંગ છે ત્યાં લગ્ન ગોઠવી દેવામાં આવે તેવું સમજાવવામાં આવે છે અને આવા 11 ધડીયા લગ્ન ગોઠવાયા છે જ્યારે બગથળા ગામે કોઈની સમજાવટ વગર સગા વાલા ને ચર્ચા-વિચારણા ને સમજાવટ પરિવારથી ઘડિયા લગ્ન લેવાયા. જેમાં બગથળા ગામના પ્રાણજીવન છગનભાઈ કોરડીયાના દિકરા મિરવનું વેવિશાળ જુના ઘાંટીલા ગામના પ્રવીણભાઈ મનજીભાઈ વિડજાની દીકરી પૂજા સાથે થયેલ હોય આજે બગથળા ગામે સમાજના રીત રિવાજ મુજબ પૂજા કંકુ પગલા પાડવા આવેલ જ્યાં સગાસંબંધીની સમજાવટથી બપોર બાદ ઘડિયા લગ્ન લેવાયા અને આ પ્રસંગે ઉમિયા સમૂહ લગ્ન સમિતિના ડો. મનુભાઈ કૈલા, જેન્તીભાઈ વિડજાએ ઉપસ્થિત રહી નવપરણિત દંપતીની પુસ્તક ભેટ આપેલ જ્યારે નકલંક મંદિરના મહંત દામજી ભગત નવદંપતીને આશીર્વાદ પાઠવેલ જ્યારે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે થોડા દિવસ પછી આવો જ એક પ્રસંગ કંકુ પગલા સાથે સાથે જ ધડીયા લગ્ન લેવાનો પ્રસંગ યોજાવાનો છે. આમ મોરબી પંથક માં પટેલ સમાજમાં કંકુ પગલાની સાથે જ ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા હોય સમાજમાં એક નવા વિચારોની ક્રાંતિ થઈ રહી છે અને આ નિર્ણયથી લગ્નમાં મોટા ખર્ચનો બચાવ થાય છે.

Join Whatsapp
error: