માળીયા (મીં) પોલીસે દરિયાની ધોરીમાં રાખેલો ચોરાઉ ડીઝલનો જથ્થો ઝડપ્યો

માળીયા (મીં) પંથકમાં ડીઝલ ચોરીનું મસમોટું કોભાંડ ચાલતું હોય જેમાં અગાઉ હાઈવે પરના ટ્રકમાંથી ડીઝલ ચોરી થતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે તો આજે માળીયા (મીં) પોલીસે દરિયામાં આવેલી ધોરીમાં દરોડો કરીને ચોરાઉ ડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી લઈને ૩ લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે. માળીયા (મીં) ના જુમાવાડી વિસ્તારમાં આવેલ દરિયાની ધોરીમાં ડીઝલનો જથ્થો હોવાની બાતમીને આધારે માળીયા (મીં) પોલીસના મહાવીરસિંહ ઝાલાની ટીમે દરોડો કર્યો હતો. જેમાં શીપમાંથી ચોરી કરેલું શંકાસ્પદ ડીઝલનો જથ્થો ચોરી કરી જુમાવાડી પાસે આવેલ દરિયાની ધોરીમાં રાખેલો હોય દરોડો કરીને માળીયા (મીં) પોલીસની ટીમે સ્થળ તપાસ કરતા ૬૦ લીટરના ૮૦ નંગ કેરબા ૪૮૦૦ લીટર ડીઝલનો જથ્થો કીમત રૂ.૩,૩૧,૨૦૦/- તેમજ ૩૧ ખાલી કેરબા તેમજ ડીઝલ ખેંચવા માટે નળી સહિતનો મુદામાલ મળીને કુલ ૩,૩૨,૭૫૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે પોલીસને દુરથી જોઇને આરોપી ગુલામ જુસબ સાઈંચા, ફિરોજ સાઈંચા, જાકીર સાઈંચા, નાસીર સાઈંચા, હુશેન ટાંક, હસન ટાંક, મુસા ખમીરશા ટાંક, ગફુર ખમીરશા ટાંક, આમદ મડીયાર અને રાસંગ ઉર્ફે ડાડો માણેક રહે.બધા જુમાવાડી, નવલખી બંદર વાળા નાસી છુટ્યા હતા. માળીયા (મીં) પોલીસે ડીઝલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Join Whatsapp
error: