જીવાપર ( આમરણ ) અને ગોર ખીજડીયા ગામે પરમાર્થ કાજે નાટક ભજવાયું

મોરબી પંથકમાં પ્રથમ નોરતાથી દિવાળી અને લાભ પાંચમ સુધીના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગામોમાં નાટકનું આયોજન વર્ષોની પરંપરા મુજબ થઈ રહ્યા છે અને થાય છે જેમાં ગાયોના, મંદિરના કે નવરાત્રી જેવા પરમાર્થ કાજના લાભાર્થે આ નાટકો થઇ રહ્યા છે અને જ્યાં નાટકનું આયોજન હોય તે ગામની આજુબાજુના 10 થી 15 ગામના લોકો આ નાટક નિહાળવા આવે છે અને નિર્દોષ મનોરંજન જાહેર કાર્યક્રમ સૌ કોઈ નિહારે અને દાતાઓ અને ગ્રામજનો યથાશક્તિ દાન કરે અને આવો જ એક નાટકનો કાર્યક્રમ મોરબી નજીક ગોર ખીજડીયા ગામે નવરાત્રીના લાભાર્થે યોજાયો હતો તો મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલા જીવાપર ( આમરણ ) ગામે આવો નાટકનો કાર્યક્રમ યોજાયો જ્યાં મંદિરના લાભાર્થે નાટકનું આયોજન થયું હતું. આ બાબતે વાત કરીએ તો ‘ નરમાંથી નારી બને, પરમાર્થને કાજ, ધર્મ વધ્યો કળીયુગમાં, જોઈલ્યો નજરે આજ ‘ આ યુક્તિને સાર્થક કરે છે. આ નાટકમાં કામ કરતા સેવાભાવી યુવાનો જે સ્ત્રી પાત્ર ભજવે છે આબેહૂબ સ્ત્રીનું પાત્ર ભજવી બતાવે છે અને ભાગે આવતા પાત્રોની અગાઉ 15 દિવસથી રીહર્શલ કરે છે કેમ કે નાટકમાં પાત્ર ભજવતા યુવાનોનો મૂળ ધંધો ખેતી અને વેપાર છે પણ પરમાર્થ કાજે આવી મહેનત કરે છે. જેમાં રામાયણ, મહાભારત, ઐતિહાસિક ઘટનાઓ કે સોરઠી સંતો, બહારવટિયા કે ભક્તોની વાતને નાટકના સ્ટેજ પર રજુ કરે છે. ‘ પુરુષ બની ગયો પ્રેમદા નાટકની ની આ રીત એક રાત ભેગા પાત્ર ભજવે જાણે પરવની પ્રીત’ અને આવું એક નાટક હતું શેત્રુંજી નદીના કોતરમાં બની ગયેલી પ્રેમ કથા એનું નામ છે શેતલને કાંઠે આલણ દેવરો પુરુષ બની ગયો પ્રમોદ નાટકની છે. આ રીત એક રાત ભેગા પાત્ર ભજવે જાણે હોય પર ભવની પ્રીત આ નાટક બે પ્રેમીઓની આબેહૂબ રજૂ કર્યું હતું અને એટલે જ આ નાટકના અંતે કવિએ કહ્યું છે કે ‘ દીકરીઓ દેવાય પણ વહુ વારૂ દેવાય નહીં – એકના બદલે બે લઈ જાય તોય ઢાલુ માંગે ઢોલરો ‘ આ કથા જ કંઇક એવી એવી છે જે લોકો રાત ભર બેસીને નિહાળે છે અને હજુ આવા નાટકોનું ગામડામાં આયોજન થઈ રહ્યું છે જે દિવાળી પછી લાભપાંચમ સુધી ચાલશે.

Join Whatsapp
error: