ચાલો જીવાપર ( આમરણ ) ચાલો જીવાપર ( આમરણ ) નાટક જોવા

આમરણ નજીક આવેલ જીવાપર ( આમરણ ) ગામે ગામના રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કનૈયા ગ્રુપ મિત્ર મંડળ તરફથી મહાપ્રસાદનું આયોજન છે. મળેલી વિગત મુજબ જીવાપર ગામે રામજી મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. પંખીના માળા જેવું નાનુ ગામ આ રામજી મંદિરના ખર્ચને પહોંચી વળે તેમ ન હોય દાતાઓ તરફ નજર દોડાવી છે જે માટે તા.22/10/2018 ને સોમવારે રાત્રે 10:00 કલાકે રામજી મંદિરના ચોકમાં મગધની ધરતીનો સમ્રાટ યાને કે જરાસંધ વધ તથા નિર્દોષ પ્રેમની જાખી કરાવતી શેત્રુંજી રહેતા શેતલ નદીની કોતરની પ્રેમ કથા એટલે કે શેતલના કાંઠે યાને કે આલણ દેવરો બે નાટક સાથે કોમિક તો હોય જ ને… બાયડી ની બળતરા યાને કે ધળા વગર નો ધણી. આ સાથે મુંબઈ ના મશહૂર ડાન્સર નો સ્ટેજ કાર્યક્રમ તો તમામ ધર્મપ્રેમી જનતા અને નાટકના શોખીન ભાઈઓ-બહેનોને આ નાટક જોવા પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ( ફોટા : હસમુખ હડીયલ દ્વારા )

Join Whatsapp
error: