હળવદ પોલીસ કર્મચારી પર હુમલો કરનાર આરોપીના આગોતરા જામીન મંજુર

હળવદના સુંદરગઢ ગામે પીએસઆઈ અને તેની ટીમ પર દરોડા દરમિયાન હુમલો કરનાર આરોપી સામે ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધાયો હતો જે આરોપી દ્વારા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જમીન અરજી કરતા કોર્ટે આગોતરા શરતી જામીન મંજુર કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૧-૦૫-૧૮ ના રોજ હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં હળવદ પીએસઆઈ અને પોલીસકર્મીઓએ રેડ કરતા આરોપી દ્વારા પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવાની કલમો સાથે ગુન્હો નોંધાયો હતો અને આરોપી ધીરૂભાઈ માવસિંગ રાજપૂત, રહે. પાંડાતીરથ વાળાએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં ફરિયાદ પક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપીઓએ હાથમાં ધોકા, લાકડી અને તલવાર જેવા હથીયારો ધારણ કરીને રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં ફરિયાદીની ફરજમાં રૂકાવટ કરી ઈજા પહોંચાડી હતી. જયારે એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ દલીલ કરી હતી કે આરોપીઓએ આ કામમાં ભાગ ભજવેલ નથી અને બનાવ સમયે આરોપીની હાજરી નથી. પોલીસ આરોપીને ખોટા ગુન્હામાં ખોટી રીતે સંડોવી દેવા માંગે છે. કાયદાની જોગવાઈ મુજબ આગોતરા જામીનનો નિર્ણય કરતી વખતે ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ માં જણાવ્યા મુજબ વ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈને ધ્યાને લઈને અદાલતે સામાજિક હિતની સાથે વ્યક્તિગત સ્વતંત્રતાની સમતુલા જળવાઈ રહે તે જોવાનું છે. તેમજ વધુ દલીલ કરી હતી જે આરોપી પાંડાતીરથનો રહેવાસી છે અને ક્યાય ભાગી જાય તેમ નથી જેથી કોર્ટ ફરમાવે તે શરતોનું ચુસ્ત પાલન કરવા તૈયાર છે જે દલીલોને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાની દલીલો માની આરોપીને ૧૦,૦૦૦/- ના શરતી આગોતરા જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ધીરૂભાઈ માવસિંગ રાજપૂત તરફે સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, યુવાન એડવોકેટ જીતેન અગેચણીયા, એલ.પી.ચાવડા, પી.વી.વ્યાસ, ભાવેશ ડાંગર, દેવજી વાઘેલા, અશોક ખુમાણ, જી.ડી.વરિયા, આર.એચ. પરમાર, રમેશ ચાવડા, નર્મદાબેન ગડેશીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી અને વિવેક વરસડા રોકાયેલ હતા.

Join Whatsapp
error: