પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો 94 જન્મદિવસ મોરબી માં ઉજવ્યો

સુશાસનના પ્રણેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો 94 જન્મદિવસ આજે હોય ભાજપ પક્ષ દ્વારા ઠેરઠેર તેમનો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે જેમાં મોરબી જિલ્લા ભાજપ અને મોરબી શહેર ભાજપ, મોરબી ભાજપ મહિલા પાંખે સુર પુરાવી આજે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી બીમાર દર્દીઓને ફ્રુટનું વિતરણ કરીને અટલજીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ બાબતે વાત કરીએ તો સુશાસનના પ્રણેતા અટલજી ના જન્મદિન નિમિતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રભુભાઈ ભૂત, ભાવેશભાઈ કંઝારિયા સહિતના સુધરાઈ સભ્યો, દેવાભાઈ અવાડીયા, જ્યોતિસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, મનુભાઈ ખાંડેખા, મનહરભાઈ બાવરવા તેમજ મહિલા મંડળના મંજુલાબેન દેત્રોજા, દેવિકાબેન મહેતા સહીતના મહિલા પાંખના સભ્યોએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવીને વંદેમાતરમના નારા લગાવ્યા હતા અને બીમાર દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું. સુશાસન ના પ્રણેતા અટલ બિહારી બાજપાઈએ ચીંધેલા રાહ પર ચાલવા અને તેમને સૂચવેલા કામો કરવા અમો મોરબી જિલ્લા ભાજપના હોદેદારો તત્પર છીએ તેવું મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ જણાવ્યું હતું।

Join Whatsapp
error: